આધુનિક ભારતના નિર્માતા તરીકેનું મહાત્મા ગાંધીએ જેઓને બિરુદ આપ્યું હતું તેવા લોકમાન્ય તિલકના પુણ્યતિથિ નિમિત્તે પાલિકા દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમા ને પુષ્પાંજલિ આપવામાં આવી
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેઓને 'આધુનિક ભારતના નિર્માતા' તરીકે ઓળખાવ્યા હતા તેવા તિલક સ્વરાજ (સ્વ-શાશન) ના પ્રથમ મજબૂત હિમાયતી એવા બાલ ગંગાધર તિલક (લોકમાન્ય તિલક) નો આજે જન્મદિવસ છે તેમનો જન્મ 23મી જુલાઇ 1856ના રોજ થયો હતો તેઓ લાલ, બાલ, પાલ ત્રિપુટીના ભાગ હતા.તેઓ મરાઠીમાં તેમના અવતરણ માટે જાણીતા હતા "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ" તેમણે બિપિનચંદ્ર પાલ, લાલા લજપત રાય, અરબિંદો ઘોષ, સહિતના ભારતીય કોંગ્રેસના નેતાઓ સાથે ગાઢ જોડાણ કર્યું હતું
દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે જ સમાજની એકતા માટે યોગદાન આપનારા લોકમાન્ય તિલકના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા પાલિકા દ્વારા કોઠી પાસે આવેલ આનંદ પૂરા ખાતે લોકમાન્ય તિલકની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી. મેયર પિન્કી સોની,ધારાસભ્ય યોગેશ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી, સાથે સ્થાનિક નગર સેવકો આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Reporter: