4કીઓ નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરાટે ઇન્ડિયા ઓર્ગેનિસેશનના પ્રમુખ ભારત શર્મા તેમજ મહામંત્રી સંજીવ જાંગડા ના માર્ગદર્શન માં તેલનગાના કરાટેના પ્રમુખ મહેશ ગૌડ તેમજ આયોજક કમિટી ના સેક્રેટરી કિર્થન કોન્દ્રુ દ્વારા કરવા માં આવેલ છે.

આ ચેમ્પિયનશિપ માં તેલંગાણા સરકારના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડી,તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ના ચેરમેન શિવશંકર રેડ્ડીના સહયોગ થી ઘાંચીવલ્લી સ્ટેડિયમ માં 1200 થી વધારે વિધાર્થીઓ એ 30 રાજ્ય અને 4 યુનિયન ટેરીટરી,4 પેરા મીલીટરી ફોર્સ દ્વારા ભાગ લેવા માં આવેલ.

4 કીઓ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મુખ્ય રેફરીની ભૂમિકા પ્રેમજીત સેન (વેસ્ટ બંગાળ), શાહીન અન્સારી(મહારાષ્ટ્ર),અલ્તાફ આલમ(તમિલનાડુ), પરમજીત સિંઘ(મહારાષ્ટ્ર), રાજેશ અગ્રવાલ(ગુજરાત ) વિગેરે દ્વારા નિભાવવામાં આવેલ હતી.

Reporter: admin