માતાજીની આરાધનાના પાવન પર્વ ગણાતા ચૈત્રી નવરાત્રીના પવન પર્વનો આજે રવિવારના રોજથી શુભારંભ થયો છે જેમાં 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર ઐતિહાસિક અતિભવ્ય અને વિશાળ મંદિરમાં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની આરાધના અને સ્તુતિ કરવાનો ચૈત્રી નવરાત્રીમાં અનોખો મહિમા અને શ્રદ્ધા ભાવ છે

જેને લઈને ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શને પધારી માતાજીની પૂજા અર્ચના કરી ધન્ય બને છે જે અંતર્ગત આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસ એટલે કે એકમના પવિત્ર દિવસે માતાજીના દર્શન માટે ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યોમાંથી માઈ ભક્તોનું ઘોડાપૂર પાવાગઢ ખાતે ઉમટી પડ્યું હતું જેમાં ગત રાત્રિથી જ યાત્રિકોનો ઘસારો પાવાગઢ ખાતે ઉમટ્યો હતો જેમાં વહેલી પરોઢ સુધીમાં તો મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં માતાજીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંબી કતારો શિસ્તબદ્ધ રીતે લાગી ચૂકી હતી. જેમાં વહેલી સવારે ચાર વાગ્યે માતાજીના મંદિરના નિજ દ્વાર ખોલી દીધા બાદ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરતી કરાયા બાદ ભક્તોના દર્શનનો આરંભ કરવામાં આવ્યો હતો જેને લઈને આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે રવિવારે વહેલી પરોઢે 4:00 વાગ્યાથી લઈને બપોરે 2:00 વાગ્યા સુધીમાં તો એક લાખ ઉપરાંત માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ જુકાવી આર્શીવાદ મેળવ્યા હતા અને પોતાની માનતાઓ અને બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી ધન્ય બન્યા હતા

જેમાં આજે માતાજીના દર્શનાર્થે પધારેલા માઇ ભક્તોનું માં કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સ્વાગત કરી તમામ ભક્તોને આરામ અને સહુલત સાથે મહાકાળી માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા જેમાં રવિવારે મધ્યરાત્રીથી જ જ માઈ ભક્તોનું ઘોડાપૂર પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢની તળેટી ચાંપાનેર માચી અને ડુંગર પર મંદિર પરિસર સુધી ક્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર માનવ મેહરામણ ઉમટેલું જોવા મળ્યું હતું અને મહાકાળી માતાજીના ભક્તોએ સતત માતાજીનો ગગનભેદી બોલાવતા સમગ્ર પાવાગઢ ડુંગર માતાજીના જયકારા થી ગુંજી ઉઠ્યો હતો જેમાં આજે ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ,રાજસ્થાન, ઝારખંડ, બિહાર જેવા રાજ્યોમાંથી માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા માઈ ભક્તોની સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાને અનુલક્ષીને જિલ્લા પોલીસ અને સ્થાનિક પાવાગઢ પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પાવાગઢના ખૂણે ખાચર ચાપતી નજર રાખી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની જાળવણી કરી હતી. જ્યારે જિલ્લા અને સ્થાનિક એસ.ટી વહીવટી તંત્ર દ્વારા પણ વિશાળ સંખ્યામાં ઉમટેલા મહિભક્તોને પાવાગઢની તળેટી ચાંપાનેર થી માચી સુધી લાવા લઈ જવા માટે પ વધારાની 60 જેટલી એસ.ટી.બસો મૂકી અસંખ્ય ટ્રિપો મારી સુગમતા અને સલામતીપૂર્વક મુસાફરી કરાવી યાત્રિકોને માતાજીના દર્શન કરાવ્યા હતા.









Reporter:







