વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્યમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા બિજલ શાહ સહિતના અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.
આ જ અનુસંધાને જિલ્લા પંચાયત ખાતે પણ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે કલેકટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વડોદરા જિલ્લાની તમામ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.વિકાસ સપ્તાહ અંતર્ગત કલેકટર બીજલ શાહએ જણાવ્યું હતું કે, ૦૯ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજથી તાલુકા કક્ષાની તમામ કચેરીઓ તથા પેટાકચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે સાથે જ તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે.
આ કાર્યક્રમમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લા તથા તાલુકાના નાગરિકો જોડાશે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ તેમજ નાયબ કલેક્ટર અમિત પરમાર સહિત અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin