News Portal...

Breaking News :

વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા અકોટા બ્રિજ ખાતે યોગ દિવસનું ઉજવણી કરવામાં આવી.

2024-06-21 11:08:40
વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા અકોટા બ્રિજ ખાતે યોગ દિવસનું ઉજવણી કરવામાં આવી.


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ ‘મહિલા સશક્તિકરણ માટે યોગ છે. આ વિશેષ થીમ મહિલાઓને સશક્ત બનાવવા અને તંદુરસ્ત અને સુખી જીવન જીવવામાં મદદ કરવા માટે યોગની શક્તિ પર પ્રકાશ પાડે તે હેતુથી આ કાર્યકમ નું આયોજન શહેર અકોટા સોલર પેનલ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો...


વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલા સોલર પેનલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકોટા બ્રિજ ખાતે યોગ દિવસનું ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે. આ જ કારણ છે કે આજે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે. યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી. 


વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેર અકોટા સોલાર પેનલ નીચે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના મેયર, વડોદરા પોલીસ કમિશનર, સાંસદ, ધારાસભ્ય નગર સેવકો ગુજરાત વિધાનસભા ના દંડક, સાથે સામાજિક અને શાળાના બાળકો અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. ખુબ ઉત્સાહથી નગરજનો પણ જોડાયા હતા.

Reporter: News Plus

Related Post