ગાંધીનગર : ગુજરાત ઔદ્યોગિરક સહિત અન્ય ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે બીજુ બાજુ, સમૃદ્ધ ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
સ્થિતિ એ થઈ છે કે, રાજ્યમાં 3.65 કરોડ લોકો વ્યાજબી ભાવની દુકાને મફત અને સસ્તુ અનાજ મેળવવા મજબૂર બન્યાં છે. આ પરથી ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. ગરીબીનું દારૂણ ચિત્ર ઉભર્યું છે, તેમ છતાંય સાાધીશો બણગાં ફુંકી રહ્યાં છે કે, ગુજરાતમાં માથાદીઠ આવકમાં વધારો થયો છે.
વ્યાજબી ભાવની દુકાને લાઈનમાં ઊભા રહેનારાંની સંખ્યામાં વધારો
ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ ગરીબ઼રેખા નીચે જીવતા પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પુરૂ પાડવામાં આવે છે. સાથે સાથે અન્ય રેશનકાર્ડ ધારકોને રાહત ભાવે અનાજથી માંડીને ખાંડ, મીઠુ વિતરણ કરાય છે. ગુજરાતમાં હાલ કુલ રેશનકાર્ડ ધારકોની સંખ્યા 75.17 લાખ છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં 3.41 કરોડ રૂપિયા લોકો મફત અને રાહત દરે અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ 2025-26માં વ્યાજબી ભાવની દુકાને લાઇનમાં ઊભા રહેનારાંની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી છે.
Reporter: admin







