News Portal...

Breaking News :

એન.આર.આઇ. મહિલાના ફોટા વીડિયો વાયરલ કર્યા

2025-01-18 13:02:07
એન.આર.આઇ. મહિલાના ફોટા વીડિયો વાયરલ કર્યા


વડોદરા: વિદેશમાં સ્થાયી થયેલી શિક્ષિકાના પુરુષ મિત્ર સાથેના ફોટા તથા વીડિયો તેના પતિના વોટ્સએપ પર મોકલી લગ્ન જીવનમાં બાધારુપ બનવાની કોશિશ કરનાર મહિલા સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.


એન.આર.આઇ. મહિલા વિદેશમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમના લગ્નને ૧૭ વર્ષ થયા છે.વર્ષ - ૨૦૨૦ માં એન.આર.આઇ. મહિલાને યુ.પી.માં રહેતા એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. તેઓ બંને રિલેશનશિપમાં છેલ્લા ત્રણ વર્ષથી વાતો કરતા હતા. વર્ષ - ૨૦૨૨ માં તેઓ પુરૃષ મિત્ર સાથે નડિયાદ રિસોર્ટમાં મળ્યા હતા. ફેબુ્રઆરી - ૨૦૨૪ માં તેઓ પુરુષ મિત્ર સાથે થાઇલેન્ડ ફરવા ગયા હતા અને ત્યાં ચાર દિવસ સુધી રોકાયા હતા. આ મુલાકાતો દરમિયાન તેઓએ ફોટોગ્રાફ તથા વીડિયો બનાવ્યા હતા. 


આ અંગે એન.આર. મહિલાએ પોતાના પતિને વાત કરી દીધી હતી. ડિસેમ્બર મહિનામાં અરૃણીમા નામની મહિલાએ  એન.આર.આઇ. મહિલાના પતિને ફોટો અને વીડિયો મોકલી આપ્યા હતા.ત્યારબાદ અરુણીમાએ એન.આર.આઇ. મહિલાના પુરુષ મિત્રના અન્ય યુવતીઓ સાથેના સંબંધોની ચેટ વોટ્સએપ પર મોકલી હતી.  ત્યારબાદ એન.આર.આઇ. મહિલાએ અરુણીમા સક્સેનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેનો સંપર્ક થઇ શક્યો નહતો.

Reporter: admin

Related Post