સ્થાનિક લેવલે સુપરવિઝન કે મોનિટરિંગ નથી થતું તેની રાજ્ય સરકારે નોંધ લીધી..
ઉચ્ચ અધિકારીઓને માસ સીએલ ઉપર ઉતરી જવાનું આવડે છે.ફિલ્ડમાં જઈને સુપરવિઝન કરવાનું નથી ફાવતું..
બાબુજી , બાબુઓ ઉપર બલ્લમ..
30 ડિસેમ્બર સુધી શહેરમાં ‘ઝીરો પોથોલ’ લક્ષ્ય—કોર્પોરેશનનું કડક ખાડા-પુરો અભિયાન શરૂ..
ગેરીના શહેરવ્યાપી રોડ સેમ્પલિંગ—નબળું કામ મળ્યે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી: મ્યુનિસિપલ કમિશનર..
કમિશનરની ખાડા-પુરાઇ, સ્વચ્છતા, પાણી, ટ્રાફિક સહિત 15 મુદ્દાઓ પર તાકીદ..

શહેરમાં 41 હેરીટેજ સ્ટ્રક્ચર છે, જેમની અગત્યતા પ્રમાણે કાર્ય કરવામાં આવશે..
મ્યુનિસિપલ કમિશનરે મંગળવારે વીકલી રિવ્યૂ બેઠક બોલાવી હતી, જેમાં શહેરના વિકાસ અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે 15 મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. શહેરમાં ખાડા પુરવાની કામગીરી પર ભાર મૂકાયો છે. વોર્ડ વાઈઝ ઇજનેરોને બોલાવી ડેટા આપવામાં આવ્યો છે. 30 ડિસેમ્બર પહેલાં ખાડા પુરવાની તાકીદ કરવામાં આવી છે. કોર્ડિનેશન સાથે કામ કરવા સૂચના આપવામાં આવી છે.સરકારની સૂચના મુજબ ગેરીમાં રેન્ડમ સેમ્પલ ટેસ્ટ થશે.હલકી ગુણવત્તા જણાતા-સેમ્પલ ફેઈલ થતા, કોન્ટ્રાક્ટરો પાસેથી દંડ વસૂલવાની પણ સૂચના આપવામાં આવી છે. સ્વચ્છતા બાબતે ગલીઓમાં વધુ ફોકસ કરવાની સૂચના આપવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં શટડાઉન બાદ પાણીની સ્થિતિ સુધરી છે, તેમ કમિશનરે જણાવ્યું. ગટરનું પાણી ઉભરાતું હોય તેવા સ્થળે તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં નવા ટ્રાફિક સર્કલ, સિગ્નલ અને ડિવાઇડર બનાવવા પણ જણાવાયું છે. હાલ 24 કલાક ટ્રાફિક સિસ્ટમ કાર્યરત છે. સ્ટ્રીટલાઇટને ઓટોમેટિક સિસ્ટમમાં પરિવર્તિત કરવાની તૈયારી ચાલી રહી છે. પાર્કિંગ પોલિસી બનાવવા પ્રયત્નો ચાલુ છે. 14 લાઇબ્રેરીનું કામ પણ પ્રગતિ હેઠળ છે. વેન્ડિંગ ઝોન પર પણ કામ કરાશે.પૂર્વ વિસ્તારની પાણીની સમસ્યા અંગે કમિશનરે જણાવ્યું કે નિમેટાની પાઈપનું જોડાણનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સમસ્યાનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવશે. શહેરમાં વિવિધ સ્થળે 19 યોગ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે.
સમા અને માંજલપુરમાં બે ઓડિટોરિયમનું આયોજન કરાયું છે, જ્યારે ગાંધીનગર ગૃહનું ડિમોલિશન કરાશે. રાજ્ય સરકારનું સ્પોર્ટ્સ સંકુલ પણ શહેરમાં વિકસાવવામાં આવશે.ઇલેક્ટ્રિક બસો લાવવાની તૈયારી ચાલી રહી છે. સૌપ્રથમ તબક્કામાં 45 બસો અને કુલ 200 બસો શહેરમાં ઉમેરાશે. ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો પણ બનાવવામાં આવશે.હેરીટેજ સ્ટ્રક્ચર આસપાસ દબાણ અને સફાઈ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ફૂલ વેપારીઓને તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવશે. શહેરમાં 41 હેરીટેજ સ્ટ્રક્ચર છે, જેમની અગત્યતા પ્રમાણે કાર્ય કરવામાં આવશે.સરકારની સૂચના મુજબ હવા પ્રદૂષણ કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનો સ્થાપિત કરાશે. કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. હાલ 141 માંથી 127 કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ પૂર્ણ થયું છે. આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે અને ક્રેડાઇ સાથે ચર્ચા થશે. સિટીમાંથી પસાર થતા ભારે વાહનોને ધૂળ ન ઉડે તે રીતે કવર રાખવાની સૂચના આપવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટનો કાટમાળ વિશ્વામિત્રી નદીના પટમાં ન ઠાલવાય તે માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. રસ્તાની સાઇટ પર પણ ધૂળ ન ઉડે તે રીતે કામ કરવા જણાવાયું છે.વિવિધ વિભાગોને વોલ-ટુ-વોલ રોડ અને પેવર બ્લોકનો ઉપયોગ વધારવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય ઘેરઘેર પાણી પહોંચાડવાનું નેટવર્ક મજબૂત કરવા અને આંગણવાડી મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આગામી ચાર વર્ષમાં આંગણવાડીઓ પોતાના મકાનમાંથી જ ચલાવવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: admin







