News Portal...

Breaking News :

જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો નામચીન ચિરાગ પંડ્યા ઝડપાયો

2025-03-12 10:02:59
જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો નામચીન ચિરાગ પંડ્યા ઝડપાયો


સિટી પોલીસ સ્ટેશનમાં 12 તથા રાવપુરા પોલીસમાં 6 તથા ગોત્રી, કારેલીબાગ, બાપોદ પોલીસમાં ફરિયાદો નોંધાયેલી છે








હત્યાના કેસમાં સુરત જેલમાં રહેલો રીઢો કેદી 2 દિવસના વચગાળાના જામીન પર રજા પરથી છુટ્યા બાદ પરત જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ રીઢા આરોપીને ઝડપી પાડી તેને સુરત જેલમાં મોકલી આપ્યો હતો. શહેરના સિટી પોલીસ સ્ટેશનમાં 2019માં નોંધાયેલા હત્યાના ગંભીર કેસમાં સંડોવાયેલો રીઢો આરોપી ચિરાગ અશોક પંડ્યા (રહે, વિસુધા એપા.કલામંદિરનો ખાંચો, મંગળ બજાર)ને કાચા કામના કેદી તરીકે સુરતની લાજપોર જેલમાં રખાયો હતો. આ કેદીના દાદીનું અવસાન થતાં તેમની વિધી માટે 26 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરીના 2 દિવસના વચગાળાના જામીન રજાનો હુકમ થયો હતો. જેથી કેદીને મુક્ત કરાયો હતો કેદીને 28 તારીખે જેલમાં હાજર થવાનું હતું પણ તે હાજર થયો ન હતો અને બારોબાર ફરાર થઇ ગયો હતો આ બાબતે સુરત જેલ દ્વારા વડોદરા શહેર પોલીસને જાણ કરાઇ હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે તુરત જ મંગળ બજાર ખાતે જઇને ચિરાગ પંડ્યાને શોધી કાઢી હત્યા અને હત્યાના કેસના આરોપીને સુરત જેલમાં મોકલી અપાયો હતો. 



પોલીસે જણાવ્યું હતું કે કેદી ચિરાગ અશોક પંડ્યા અને તેના ભાઇએ નવાબજારના નાકે અગાઉના ઝઘડાની અદાવતમાં ફિયાદીના ભત્રીજાને તલવાર અને ગુપ્તી વડે હુમલો કરી ઇજા કરતાં ફરિયાદીના ભત્રીજાનું મોત થયું હતું, આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે માથાભારે ચિરાગ પંડ્યા સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, લૂંટ, રાયોટીંગ, મારામારી અને ધમકી સહિતના 21 ગુના નોંધાયેલા છે. તેની સામે સિટી પોલીસ સ્ટેશનમાં સિટી પોલીસ સ્ટેશનમાં 12 તથા રાવપુરા પોલીસમાં 6 તથા ગોત્રી, કારેલીબાગ, બાપોદ પોલીસમાં ફરિયાદો નોંધાયેલી છે.

Reporter: admin

Related Post