News Portal...

Breaking News :

નામચીન બુટલેગર લાલુ સિંધીની માઇન્ડગેમ અને હરીફ ખતમ

2025-05-14 10:06:50
નામચીન બુટલેગર લાલુ સિંધીની માઇન્ડગેમ અને હરીફ ખતમ


પોલીસનો સાથ બુટલેગરનો વિકાસ 
ગાંધીનાં ગુજરાતમાં,ગુજસીટોકનું સમીકરણ
પોલીસનો સાથ હોય તો જ દારૂનો મોટો ધંધો વિના રોકટોક કરી શકાય

ગુજરાતમાં દારૂનો ધંધો દરેક શહેર જિલ્લામાં ચાલતો આવ્યો છે અને ચાલવાનો છે. કેટલાય જણા આ ધંધા ઉપર નભી રહ્યા છે. ગાંધીનાં ગુજરાતમાં ક્યારેય પણ દારૂબંધી રોકી શકાશે નહીં. પડદા પાછળના ખેલાડીઓ જ આ ઇન્ડસ્ટ્રીને હંમેશા જીવતી રાખશે. હવે તો મોટા ખેલાડીઓ દુબઈમાં બેઠા બેઠા આ ધંધો ઓપરેટ કરતા થઈ ગયા છે.



દારુના ધંધામાં જ્યારે ચોગઠાં ગોઠવાતા હોય અને કિંગ ક્યારે સામેના હરિફના પ્યાદાને પાડી દે અને કોઇને ખબર પણ ના પડે તેવું વડોદરાના બુટલેગર આલમમાં વર્ષોથી જોવા મળે છે. આ સમગ્ર ચોગઠાંની રમતમાં એક તરફથી પોલીસ પણ રમત રમતી હોય છે અને તેમાં પણ ક્યારેક કોઈને ફાયદો તો કોઈને નુકશાન થઇ જાય છે. હમણાં જ વડોદરાના દારુના ધંધામાં મોટી રમત રમાઇ ગઇ અને જો તે અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લીપ્ત રાયને જાણ થશે અને જો તેઓ તપાસ કરાવશે તો પોલીસ ખાતામાંથી ઘણાની નોકરી પણ જઇ શકે છે. હવે તમને આખા ગુજસીટોકના મામલાનું સમીકરણ સમજાવીએ છીએ. હમણાં સ્ટેટ મોનિટરીંગ સેલે દારુનો ધંધો કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 13 આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. જેમાં વડોદરાનો નામચીન નિલેશ ઉર્ફે નિલુ ભઇજી હરેશભાઇ નાથાણી (સિંધી) તથા રવિ ઉર્ફે જીગો ચામડો ઠાકોરભાઇ માછીનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર મામલામાં કુખ્યાત અને નામચીન બુટલેગર લાલુ સિંધીની વરવી ભૂમિકા બહાર આવી છે. બુટલેગર આલમમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે કે બુટલેગર લાલુ સિંધીએ પોતાના હરિફને પતાવી દેવા માટે વડોદરાની એક એજન્સી મારફતે નિલુ સિંધી અને રવિ ઉર્ફે જીગા ચામડાને ગુજસીટોકના ગુનામાં ફીટ કરાવી દીધા છે. જો કે નિલુ સિંધી અને રવિ ઉર્ફે જીગા ચામડા સામે થયેલી આ કાર્યવાહી યોગ્ય જ છે અને તેને સમર્થન આપીએ છીએ પણ પડદા પાછળ લીકર કિંગ લાલુ સિંધી છે એ એટલું જ સત્ય પણ છે. 



આખો મામલો જાણે કે એમ છે કે લાલુના માણસ મનિષને વડોદરાની એક એજન્સી દ્વારા દારુના ધંધા માટે પરમીશન અપાઇ હતી. લાલુના માણસ મનિષને પરમીશન અપાઇ એટલે હાલ હેડક્વાર્ટરમાં નોકરી કરતા અને એક સમયે એક ઉચ્ચ પોલીસ અધિકારીનો વહિવટદાર રહેલો. જયેન્દ્ર એક્શનમાં આવ્યો અને તેણે કહેવડાવ્યું કે ધંધો બંધ કરી દે નહિંતર સ્ટેટ મોનિટરીંગ સેલમાં જાણ કરીને રેઇડ પડાવીશ. લાલુનો માણસ એજન્સીની પરમિશન મળતા ધંધો કરતો હતો. જયેન્દ્રએ એસએમસીની ધમકી આપી એટલે લાલુને ખોટુ લાગ્યું. લાલુ હવે એક્શનમાં આવ્યો. તેણે પોતાના હરિફોને પુરા કરવા માટે સોગઠાં ગોઠવ્યા અને પોતાની વગનો ઉપયોગ કરીને જયેન્દ્ર જે બુટલગેરો પાસેથી પૈસા લેતો હતો તે જીગો ચામડો અને નિલુ સિંધીને એસએમસીમાં ગુજસીટોકના ગુનામાં ફીટ કરાવી દીધા. લાલુએ વડોદરાની એજન્સીના વહિવટદાર મારફતે બંને બુટલેગરોને ગુજસીટોકમાં ફીટ કરાવી દીધાની જાણવા મળ્યું છે. હવે તેનો માણસ હરિફ વગર એકલા હાથે આખા વડોદરામાં દારુનો ધંધો કરી રહ્યો છે. લાલુએ એક સાથે ઘણા તીર માર્યા છે. તેના હરિફો વડોદરામાં હોય તો ધંધો કરે ને..હવે તેનું એકમાત્ર સામ્રાજ્ય ચાલી રહ્યું છે અને વડોદરાની આ એજન્સીની છત્રછાયામાં તેનો કારોબાર પણ ચાલુ રહેશે. હાલ તો હવે નિલુનો માણસ સંદીપ બુઠ્ઠો ધંધો કરે છે અને જીગા ચામડાનો માણસ આકાશ ઠાકોર ધંધો કરે છે અને જયેન્દ્ર આ બંને પાસેથી પૈસા લે છે. જો કે લાલુએ તેના મોટા હરિફોને તો પતાવી દીધા એક કહી શકાય . એક વાત દિવા જેવી ચોખ્ખી છે કે દારુના ધંધામાં પોલીસ તમને ફીટ પણ કરાવી દે અને ધારે તો છોડાવી પણ શકે છે

નિર્લીપ્ત રાય જો તપાસ કરાવે તો ઘણા પોલીસ કર્મીની નોકરી જાય...
વડોદરાના બુટલેગર અને પોલીસ ખાતામાં આ બંને મેટરો જોરશોરથી ચર્ચાઇ રહી છે. બુટલેગરોના સંપર્કમાં રહેતા ઘણા પોલીસ કર્મચારીઓને લાલુની આ રમતની જાણ પણ છે. પણ હવે તે કંઇ કરી શકે તેમ નથી. એસએમસીના વડા નિર્લિપ્ત રાય જો આ મામલાની તપાસ કરાવે અને બુટલેગરોની કોલ ડીટેલ કઢાવે તો વડોદરાના ઘણા પોલીસ કર્મીઓના નામ પણ ખુલી શકે અને તેમની નોકરી પણ જઇ શકે છે.

Reporter:

Related Post