વડોદરા : નિઃસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ, વિધવા તથા નેત્રહીન લોકોના બાળકોને શૈક્ષણિક કીટની સહાયનું વિતરણ તેમજ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શહેરના નવાપુરા સ્થિત કેવડાબાગ ખાતે આજરોજ નિઃસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે ડો.સલીમ વ્હોરાની આગેવાનીમાં દિવ્યાગજનો જરુરિયાતમંદ વિધવા બહેનો તેમજ નેત્રહીન લોકોના અભ્યાસ કરતા બાળકોને નોટબુક ,ચોપડાઓ થકી શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું

સાથે જ તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ અંગે ડો.સલીમ વહોરા દ્વારા સમાજના લોકોને આ સેવાકાર્યમાં આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.





Reporter: admin