લગાતાર કોર્પોરેશન સમક્ષ માંગ, ઝડપથી રિસ્ટોરેશન કરો પણ કામગિરી કરાઇ નથી.હરિઓમ વ્યાસ
તહેવારો સમયે આ સ્થળે પસાર થતી વખતે ધાર્મિક સવારીઓએ જાતે ડીજે બંધ રાખીને માંડવીને બચાવાનો પ્રયાસ.
શહેરનો ઐતિહાસીક વારસો કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે ઝડપથી જર્જિરત થઇ રહ્યો છે. તહેવારો સમયે આ સ્થળે પસાર થતી વખતે ધાર્મિક સવારીઓએ જાતે ડીજે બંધ રાખીને માંડવીને બચાવાનો પ્રયાસ કર્યો છે. લોકો તો માંડવીને બચાવવા માટે સતત સહકાર આપી રહ્યા છે પણ કોર્પોરેશનનું તંત્ર સહેજ પણ કામ કરવામાં રસ દાખવી રહ્યું નથી. માંડવી સહિત શહેરના ચાર દરવાજાની ઐતિહાસીક વિરાસતને બચાવવા માટે તપ કરી રહેલા પૂજારી હરિઓમ વ્યાસનો આજે તપનો 106મો દિવસ, છે પણ તંત્ર હજુ પણ લાપરવાહ છે. હરિઓમ વ્યાસે કહ્યું હતું કે હું લગાતાર કોર્પોરેશન સમક્ષ માંગ કરતો આવ્યો છું કે ઝડપથી રિસ્ટોરેશન કરો પણ હજું સુધી કામગિરી કરાઇ નથી. નિંભર તંત્રે કામગિરી કરી હોત અને જરુરી મેઇન્ટેઇન કર્યું હોત તો ચાર દરવાજાની સાત વર્ષથી છત પડી ગઇ છે. તે ના પડી હોત. પાણી દરવાજા પર પડે છે. દરવાજાના સળીયા સડી ગયા છે. આગળ જતા ચાર દરવાજાનો વાહન વ્યવહાર બંધ કરાવશે. સવારીઓ ધાર્મિક તહેવારોને તંત્રની ઉદાસીનતાથી બંધ કર્યા છે. શહેરનું હેરીટેજ સચવાયું નથી. દરવાજાનો વાહન વ્યવહાર બંધ કરવો પડે તેવી સ્થિતી આવી શકે છે. ઐતિહાસીક વારસો તો ખોરવાયો પણ ધાર્મિક પરંપરા પણ તૂટશે. આટલી ઉદાસીનતા કેમ
નવા શહેર પ્રમુખ તો એક શબ્દ માંડવી વિશે બોલતા નથી
ભાજપનો શીસ્તનેતા ગણ હિન્દુવાદી કહેવાય છે હિન્દુઓનો ચાર દરવાજા છે જ્યાં તહેવારો ઉત્સવો વારસો છે તો તે જગ્યાઓને એ લોકો નજર અંદાજ કરે છે અને રાજકીય કાર્યક્રમો માટે ઉપયોગ કરે છે. માત્ર ફોટો સેશન માટે ઉપયોગ કરે છે. જ્યારથી શહેર નવા પ્રમુખ આવ્યા છે ત્યારથી માંડવી હેરીટેજનો મુદ્દો છે પણ આજદિન સુધી તે એક શબ્દ શબ્દ બોલ્યા નથી. ગઇ કાલે રાત્રે પણ તે માંડવી પાસે આવ્યા હતા પણ અંદર ગયા ન હતા કાર્યક્રમોમાં અવાર નવાર આ વિસ્તારમાં આવે છે પણ તે કોર્પોરેશનને કંઇ જણાવતા નથી. ચાર દરવાજા ઐતિહાસીક વારસાની અવગણના કરાઇ રહી છે. ચાર દરવાજા વિસ્તાર ખાલી થઇ રહ્યો છે. આગળ જતા ચાર દરવાજા જેવું રહેશે નહી. હેવી ડંપરો રોજ પસાર થાય છે. ડીજે કોઇ વગાડતું નથી. પ્રજા સહકાર આપે છે પાલિકા ફરજ કેમ બજાવતી નથી. ગંભીર સ્થિતી થશે તો ધાર્મિક પ્રશ્ન થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. લોકશાહીમાં બોલવાનો તો અધિકાર છે. કાયદાનું હું સન્માન કરું છું.
હરિઓમ વ્યાસ, પૂજારી
Reporter: admin







