News Portal...

Breaking News :

ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા દશેરાના પાવન અવસરે 44મી રામલીલાનું આયોજન કરશે

2024-10-10 15:05:16
ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા દશેરાના પાવન અવસરે 44મી રામલીલાનું આયોજન કરશે


દર વર્ષે જેમ આ વર્ષે પણ ઉત્તર ભારત સાંસ્કૃતિક સંગીત દ્વારા વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે દશેરાના પાવન અવસરે રાવણ દહન કાર્યક્રમ અગાઉ રામ લીલાનું આયોજન કરવામાં આવશે. 


રામલીલાના આયોજનમાં 120 જેટલા કલાકારો ભાગ લેશે આ વખતે 44મી રામલીલા નું આયોજન કરવામાં આવનાર છે જેમાં રામરાજ્યની મુખ્ય થીમ રહેશે. રામલીલા માં ભાગ ભજવનાર કલાકારો  7 વર્ષથી લઈને 75 વર્ષના વૃદ્ધ પણ અભિનય કરશે.ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે જે રામરાજ્યની કલ્પના કરી હતી તે કલ્પના આધારિત રામ રાજ્યની થીમ ઉપર આ વખતની રામલીલાનો આયોજન કરવામાં આવનાર છે. 


દર વર્ષે જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે જે માટે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપસ્થિત અતિથિઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા કરવામાં આવી છે. અતિથિ તેમ જ પ્રેક્ષકો માટે 6 000 જેટલી બેઠક વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની 44મી રામલીલા માં વરસાદનું વિઘ્ન ના નડે તેવી રીતે અભ્યર્થના ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘના આયોજકો દ્વારા કરવામાં આવી છે.

Reporter: admin

Related Post