વડોદરા મંડળના પ્રતાપનગર સ્ટેશનને વડોદરા સ્ટેશનના સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

આ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે પ્રતાપનગર સ્ટેશનમાં યાર્ડ રિમોડેલિંગ અને નૉન ઈન્ટરલૉકિંગનું કામ 14 નવેમ્બર, 2025 ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું. આ રીતે પ્રતાપનગરથી આવનારા દિવસોમાં લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનોને શરૂ કરી શકાશે, જે ટ્રેન સંચાલન સહિત યાત્રી સુવિધામાં મહત્વનું હશે. પ્રતાપનગર સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વડોદરા મંડળના ગતિ શક્તિ યૂનિટ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતાપનગર સ્ટેશન વિશ્વામિત્રી-ડભોઈ-એકતાનગર અને ડભોઈ-અલીરાજપુર સેક્શન પર આવેલ એક એનએસજી-6 સ્ટેશન છે. પ્રતાપનગરને વડોદરાના એક સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વર્ષ 2022-23 માં કુલ 28.93 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનના અપગ્રેડેશન/આધુનિકીકરણનું કામ જાન્યુઆરી, 2026 સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. જેમાં યાત્રીઓ માટે નીચે મુજબની આધુનિક યાત્રી સુવિધાઓ હશે :
• બે ઉચ્ચ સ્તરના પ્લેટફોર્મવાળી બે નવી પૂર્ણ-લંબાઈ વાળી લાઈનો
• બીજા પ્રવેશ દ્વાર પર ઉત્તર દિશા તરફ ફેસેડ (1000 લોકોની ક્ષમતા)
• બે ઉચ્ચ સ્તરના પ્લેટફોર્મ
• બીજું પ્રવેશ દ્વાર અને પાર્કિંગ વિસ્તાર
• યાત્રીઓ માટે બીજા પ્રવેશ દ્વાર પર ટિકિટ બુકિંગ કાઉન્ટર
• બીજા પ્રવેશ દ્વાર તરફ સર્વિસ બિલ્ડીંગ
• નવું મહિલા પ્રતિક્ષાલય
• તમામ 04 પ્લેટફોર્મ કવર શેડ સહિત
• હાઈ માસ્ટ લાઇટ
• નવા પાણીના નળ
• નવી પૂછપરછ ઓફિસ
• પ્લેટફોર્મ પર કોચ સંકેતક

Reporter: admin







