News Portal...

Breaking News :

નાનો ભુવો પડ્યો હોવાનો મેસેજ ભાજપ દંડકનો સંદેશો કોઈ ધ્યાને લેતું નથી

2025-01-29 13:44:41
નાનો ભુવો પડ્યો હોવાનો મેસેજ ભાજપ દંડકનો સંદેશો કોઈ ધ્યાને લેતું નથી


વડોદરા : શહેરના માંજલપુર ચાર રસ્તા વિસ્તારનો રોડ રસ્તો સતત ધમધમતો રહે છે અને આ રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 ની સમાંતર ગણવામાં આવે છે. 


ગઈ રાત્રે આ વિસ્તારમાં નાનો ભુવો પડ્યો હોવાનો મેસેજ શાસક પક્ષના દંડકે તંત્રને કર્યો હોવા છતાં સવાર સુધી પાણી પુરવઠા વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી 11 વાગ્યા સુધીમાં કોઈ ફરક્યું નથી. આમ જો દંડકનો સંદેશો કોઈ ધ્યાને નહીં લેતા હોવાથી મોટો બનાવ બનવાની શક્યતા નકારી શકાતી નથી. હજી બે વર્ષ અગાઉ જ આ કામગીરીમાં ખામી હોવાનું દંડક શૈલેષ પાટીલએ જણાવ્યું હતું છતાં બહેરા કાને જે તે વખતે કાંઈ સાંભળવામાં આવ્યું ન હતું. 


ઉલ્લેખનીય છે કે માંજલપુર ચાર રસ્તા પાસેનો રોડ રસ્તો વાહન વ્યવહારથી ધમધમતો હોવાના કારણે નેશનલ હાઈવે જેવો ગણાય છે. આ રોડ પર ગઈ રાત્રે કેટલીક જમીન બેસી ગઈ હોવાનું શાસક પક્ષના દંડક શૈલેષભાઈએ જે તે અધિકારીઓને જણાવ્યું હતું. આમ છતાં સવારે 11 વાગ્યા સુધીમાં આ રોડ રસ્તાનું રીપેરીંગ કામ થયું ન હતું. જેથી દંડકે બેસી ગયેલી જમીનની આજુબાજુ બેરીકેટિંગ વિહીકલ પુલના ડ્રાઇવર અને અન્ય સ્ટાફ દ્વારા કરાવ્યું હતું.

Reporter: admin

Related Post