News Portal...

Breaking News :

અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર સાથે બેઠક વૉશિંગ્ટનમાં કરશ

2025-01-22 12:57:58
અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો  વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર સાથે બેઠક વૉશિંગ્ટનમાં કરશ



વૉશિંગ્ટન : અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાની પહેલી દ્વિપક્ષીય બેઠક ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકર સાથે આજે વૉશિંગ્ટનમાં કરશે. ડૉ. એસ. જયશંકર અહીં અમેરિકન સરકારના આમંત્રણ પર પહોંચ્યા છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના 47માં અમેરિકન પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 'વિદેશ મંત્રી રૂબિયો ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વિદેશ મંત્રાલયના હેડક્વાર્ટરમાં મુલાકાત કરશે.' આ બેઠક ફૉગી બૉટમ સ્થિત સ્ટેટ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરમાં યોજાશે.
 


પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સપન્ન થયા પછી, પ્રમુખના પહેલા જ સંબોધન સમયે દુનિયાના લગભગ તમામ દેશોના મહાનુભાવો ઉપસ્થિત હતા. ટ્રમ્પના તે વક્તવ્ય સમયે ભારતના પ્રતિનિધિ વિદેશ મંત્રી એસ. જયશંકર ટ્રમ્પની જમણી બાજુએ પ્રથમ હારોળમાં ઐઝલ પાસેની સીટમાં ''જોધપુરી કોટ'' પહેરીને બેઠેલા દેખાતા હતા.
 કોઈપણ સત્તાવાર સમારંભોમાં પહેલેથી જ સીટ ઉપર બેસનારનું નામ તેઓનું પદ અને દેશ લખીને 'પીન-અપ' કરાયા હોય છે. તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી સુબ્રમણ્યમ્ જયશંકર માટે અમેરિકાના પ્રમુખના વક્તવ્ય સમયે તેઓની જમણી બાજુ ઐઝલ તરફની સીટમાં તેઓને પ્રથમ હરોળમાં અપાયેલું સ્થાન થોડામાં ઘણું કહી જાય છે.



ભારતની પરંપરા તે રહી છે કે આવા શપથવિધિ સમારોહો સમયે વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો વિશેષ પ્રતિનિધિને મોકલે છે. તે રીતે એસ. જયશંકરે તે સમારોહમાં હાજરી આપી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિનંદન પત્ર પણ પ્રમુખ ટ્રમ્પને આપ્યો હતો.

Reporter: admin

Related Post