મીઠાં ઘૂઘરા બનાવવા માટેની સામગ્રીમાં 1 વાડકો મેંદો, 1 વાડકી ઘી, 1 કપ દળેલી ખાંડ, પાણી જરૂર પ્રમાણે, 3 ચમચી ઘી, 2 વાડકી રવો, 1 વાડકી કોપરાનું ખમણ, તળવા માટે ઘી, 1 ચમચી ઈલાયચી પાવડર જરૂરી છે.
એક વાસણમાં મેંદો ચાળી ઘીનું મોણ ઉમેરી, જરૂર પ્રમાણે પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો. તેને ઢાંકીણે દસ મિનિટ માટે રેસ્ટ આપવો. રવાને ઘી મૂકી સેકી લેવો. હવે તેમાં કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી સેકી લેવું. હવે ગેસ બન્ધ કરી ઠન્ડુ પડવા દેવું. હવે તેમાં દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરી બધું મિક્સ કરી લેવું. હવે લોટના ગુલ્લાં કરી એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી ઘૂઘરાનો સેપ આપી દેવો. અને ઘી માં તળી દેવા.
Reporter: admin







