આ બનાવવા માટેની સામગ્રીમાં 1 તોતાપુરી કેરી,1 ચમચી ખાંડ, 1 ચમચી ઘી, મીઠુ સ્વાદ અનુસાર, પાણી જરૂર પ્રમાણે, અડધી ચમચી ઘઉનો લોટ, 1 લવિંગ અને તજ, 2 ચમચી ઈલાયચીનો પાવડર, ચપટી જાયફળ, 1 ચમચી વરિયાળી અને પિસ્તાની કતરણ જરૂરી છે.
પાણીને ગરમ કરવા મૂકવું. કેરી ધોઈને છાલ ઉતારી કટકા કરી લેવા. હવે પાણીમાં કટકા ઉમેરી મીઠુ ઉમેરી બાફી લેવા. કેરીના ટુકડા આખા રહે તેનું ધ્યાન રાખવું. હવે કેરીમાંથી પાણી કાઢી અલગ મુકવા. હવે ઘી કડાઈમાં ગરમ કરવા મૂકી તજ, લવીંગ ઉમેરી ઘઉંનો લોટ સેકવો. તેનો કલર બદલાઈ એટલે કેરીના ટુકડા અને પાણી ઉમેરવું. હવે તેમાં વરિયાળી, ઈલાયચી પાવડર, જાયફળ ઉમેરી બધું મિક્સ કરવું. આ મિક્ષર થોડુ ઉકાળી ઘટ્ટ કરી લેવું. હવે તેને પીરસવા કાઢી તેમાં પિસ્તાની કતરણ અને વરિયાળી ગાર્નિશ કરવી.
Reporter: admin







