સેવ ટામેટા બનવવા માટેની સામગ્રીમાં 4 સમારેલા ટામેટા, 2 કપ નાયલોન સેવ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી વાટેલું આદુ, 1 ચમચી લાલ મરચું, હળદર, ધાણાજીરું, 1 ચમચી ખાંડ, 1 ચમચી સમરેલા ધાણા, અને પાણી જરૂરિયાત પ્રમાણે જરૂરી છે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું નો વઘાર કરવો. ગેસ મીડીયમ આંચ પર રાખવો. હવે વઘાર થાય એટલે તેમાં આદુની પેસ્ટ ઉમેરો. હવે ટામેટા ઉમેરી મિક્સ કરી બે મિનિટ માટે સાંતળી લેવા. હવે તેમાં બધા મસાલા અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું. હવે એક કપ જેટલું પાણી ઉમેરી ટામેટા નરમ થવા દેવા. પછી ગેસ બન્ધ કરી સેવ અને ધાણા ઉમેરી બધું મિક્સ કરી સર્વ કરી દેવું.
Reporter: admin