લેમન રાઈસ બનાવવા માટેની સામગ્રીમાં 2 કપ ભાત, 2 ચમચી મગફળીna દાણા, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી રાઈ, ચપટી હિંગ, 1 ચમચી અડદ અને ચણા ની દાળ, 2 સૂકા લાલ મરચા, 3 લીલા ચોપ કરેલા મરચા, 1 વાડકી સમારેલા ધાણા, 2 ચમચી લીંબુનો રસ, 1 ચમચી હળદર જરૂરી છે.
ચોખાને ધોઈ પાણીમાં 5 મિનિટ માટે પલાળી રાખવા. હવે તેને કુકરમાં ઉમેરી, ઓળી ઉમેરી બે થી ત્રણ સીટી પર કુક કરી લેવા. હવે કુકર ઠંડુ પડે એટલે ભાત ને બહાર કાઢી લેવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. ગરમ થયાં પછી તેમાં રાઈ અને ચપટી હિંગનો વઘાર કરવો. હવે તેમાં લીલા મરચા, મગફળીના દાણા ઉમેરવા. તેનો થોડો કલર બદલાય ત્યાં સુધી સાંતળી લેવા.હવે તેમાં અડદ અને ચણાની દાળ ઉમેરવી. તે થોડી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાંતળી લેવી.
હવે તેમાં સૂકું લાલ મરચું, મીઠુ અને હળદર ઉમેરવી અને બધું મિક્સ કરી લેવું. આ બધું મિક્સ થાય એટલે તેમાં ભાત ઉમેરી લીબુંનો રસ ઉમેરી દેવો. આ બધું બરોબર હલાવી લેવું અને બે થી ત્રણ મિનિટ માટે ગેસ પર ગરમ થવા દેવું. હવે ગેસ બન્ધ કરી આ ભાત જમવા માટે પીરસી દેવો. ખાવામાં તે ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin







