સામગ્રીમાં 1 વાડકી ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, અડધી વાડકી સમારેલી કોથમીર,1 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી આદુ - મરચાની પેસ્ટ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી વાડકી તલ, પાણી,મીઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.
ચણા અને ચોખાનો લોટ મિક્સ કરી તેમાં બધા મસાલા, પેસ્ટ અને ચપટી હિંગ ઉમેરી લેવા.તેમાં સમારેલી કોથમીર ઉમેરવી. તેમાં કોથમીર ઉમેરી બધું બરોબર મિક્સ કરવું. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો.હવે એક થાળીમાં તેલ ગ્રીસ કરી બાંધેલો લોટ થીક રીતે પાથરી દેવો. તેના પર તલ ભભરાવી દેવા. અને 15 મિનિટ મટે બાફી લેવું. ત્યારબાદ તેના પીસ કરી કાઢી લેવા. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તલ ઉમેરી કાપેલા પીસનો વઘાર કરી લેવો. ખાવામાં આ ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin