News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : વાળની સંભાળ

2025-04-25 14:08:03
આયુર્વેદિક ઉપચાર : વાળની સંભાળ


વાળ ખરવાના અમુક સામાન્ય કારણો:
1. ટાઇફોઇડ કે મરડા જેવી વ્યાધિ લાંબો સમય ચાલી હોય તો વ્યાધિ મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે. આંતરડાંના રોગો જો જીર્ણ સ્વરૂપ પકડે અથવા ત્વચાના કેટલાક રોગોને લીધે પણ વાળ ખરે છે.
2. પ્રસૂતિ પછી લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી પણ વાળ ઊતરે છે. ઉપરાંત, પોષણનો અભાવ, વિટામિનનો ખામી તેમજ વારંવારની ટૂંકા ગાળાની પ્રસૂતિથી પણ વાળ ખરે છે.
3. વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ ગુણોવાળાં આહારદ્રવ્યોનો સતત કે વધારે ઉપયોગ પણ વાળ ખરવાનું પ્રધાન કારણ ગણાવાય છે. વિરુદ્ધ આહાર-વિહારથી પણ વાળ ખરે છે.
4. કોસ્ટિક સોડાવાળા સાબુના સતત નિયમિત ઉપયોગથી વાળ ખરે છે.
5. વિભિન્ન પ્રકારનાં રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું સ્વાસ્થ્ય જોખમાય છે.
6. મનોવ્યાધિ, ચિંતા, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા પણ વાળ ખરવા માટે જવાબદાર ગણાય છે.
7. સ્ત્રીઓમાં માસિકસ્રાવની અનિયમિતતા, અલ્પ માસિક, અતિ માસિક, શ્વેત સ્રાવ, ગર્ભાશયના મોઢા પર ચાંદું, જાતીય રોગો વગેરેથી પણ વાળ ખરે છે.
8. વારસાગત કારણોમાં માતૃ પક્ષ કે પિતૃ પક્ષની જીર્ણ વ્યાધિઓ જો વારસામાં ઊતરે તોપણ વાળ વધારે ખરે છે. 



વાળ ખરવાનાં અમુક સામાન્ય કારણો જાણ્યાં પછી તેને દૂર કરવાના ઉપચાર...
1. આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
2. કોસ્ટિક સોડા જેવાં જલદ દ્રવ્યો વપરાતાં હોય, એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.
3. અરીઠાં, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.
4. દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો.
5. બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવાં દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું. તેલ નાખ્યા પછી સવારે તડકામાં અડધો કલાક બેસવું.
6. ચ્યવનપ્રાશ બે-બે ચમચી દૂધ સાથે સવારે અને રાત્રે લો.
7. આરોગ્યવર્ધની:- બે-બે ગોળી સવારે અને રાત્રે લેવી.

Reporter: admin

Related Post