News Portal...

Breaking News :

નાણાની લેતીદેતીમાં લાકડી વડે માર મારી લેપટોપ અને મોબાઈલ ફોન તોડી નાખ્યો

2025-04-25 14:03:35
નાણાની લેતીદેતીમાં લાકડી વડે માર મારી  લેપટોપ અને મોબાઈલ ફોન તોડી નાખ્યો


વડોદરા : નાણાની લેતીદેતીમાં લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી, લેપટોપ અને મોબાઈલ ફોન તોડી નુકસાન પહોંચાડવા મામલે વિદ્યાર્થીએ મિત્ર સહિત ચાર શખ્સો સામે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 




મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ શહેરના ઉમા ચાર રસ્તા પાસે રહેતો 20 વર્ષીય  સાગર વાઘ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાણાની જરૂરિયાત ઉદ્ભવતા મારા મિત્ર રાહુલ આહિરને લેપટોપ આપી ઉછીના રૂ.13 હજાર લીધા હતા. જે નાણા પરત આપવા માટે હું મિત્રો સાથે આજવા રોડ ડવડેક એપાર્ટમેન્ટ ખાતે ગયો હતો. જ્યાં રાહુલ આહીરનો મિત્ર વિશાલ ગાંગર હાજર હતો. તેણે મને મારું લેપટોપ પાછું આપતા હુંએ ચેક કરતા લેપટોપની સ્ક્રીનમાં સ્ક્રેચ જણાઈ આવી હતી. 


જેથી મેં રાહુલ આહીરને ફોન કરી જણાવ્યું હતું કે, મારા લેપટોપની સ્ક્રીન ખરાબ છે. લેપટોપ સ્ક્રીન રીપેરીંગના પૈસા કાપી બાકીના રૂપિયા પરત આપીશ , જેથી હું તને હાલ રૂ.10 હજાર આપુ છું, તેમ કહી રૂ.10 હજાર રાહુલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ હું ડવડેક એપાર્ટમેન્ટના ગેટ પાસે ઊભો હતો તે સમયે રાહુલ આહીર, તેના મિત્રો મેહુલ ભરવાડ, માર્મિક તથા એક અજાણ્યા વ્યક્તિએ મારી સાથે ઝઘડો કરી લાકડી વડે મને માર મારી ઇજા પહોંચાડી લેપટોપ તથા ફોન તોડી નાખેલ છે.

Reporter: admin

Related Post