સામગ્રીમાં પલાડેલી કોદરીને મિક્ષર જારમાં પેસ્ટ કરી લેવી, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી મેથીના દાણા, 1 ચમચી વાટેલું લસણ, ચપટી હિંગ, 1 ચમચી સમારેલા ધાણા, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણાજીરું અને ચપટી સોડા જરૂરી છે.
બનાવેલી પેસ્ટમાં પાણી ઉમેરી ખીરું બનાવો. તેમાં બધા મસાલા ઉમેરી, લસણ ઉમેરી બધું મિક્સ કરી લેવું. હવે તેને એક પછી એક થાળીમાં તેલ લગાડી ખીરું પાથરી બાફી લેવું. આ ઢોકળાને કોઈ એક સેપમાં કાપી તેબે વઘાર કરવો. જેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરુંનો વઘાર કરવો. તેમાં લસણ વાટેલું ઉમેરી શકાય છે. ચપટી હિંગ ઉમેરવી. હવે તેમાં ઢોકળા ઉમેરી બધું મિક્સ કરી લેવું. ને ઉપરથી સમારેલા ધાણા ભભરાવી ખાવા માટે લેવા.
Reporter: admin