દાળવડા બનાવવા માટેની સામગ્રીમાં 500 ગ્રામ મગની ફોતરાંવાળી દાળ, આદુનો ટુકડો, 15 લીલા મરચા, 10 કડી લસણ, ચપટી હિંગ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, ડુંગળી સમારેલી અને લીલા મરચા જરૂરી છે.
દાળ વાટીને પાંચ થી છ કલાક પલાળી રાખવી. ત્યારબાદ મિક્ષરમાં અદ્યકચરી વાટી લેવી અને તેમાં મીઠુ ઉમેરવું. આદુ, મરચા, હિંગ અને લસણ વાટી લેવા. હવે મિક્ષરમાં આ બધું ઉમેરી ફેટી લેવું. અને ગરમ તેલમાં દાળવડા ઉતારવા. ડુંગળી અને લીલા મરચા જોડે આ દાળવડા ટેસ્ટી લાગે છે.
Reporter: admin