સામગ્રીમાં 1 કપ પૌવા, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, અડધી ચમચી જીરું, આદુનો ટુકડો, 1 કપ તાજા ચણા, 2 સમારેલા લીલા મરચા, 2 ચમચી સમારેલી કોથમીર અને 1 સમારેલી ડુંગરી જરૂરી છે
ગેસ પર એક વાસણમાં 2 ચમચી તેલ મૂકી, પૌવા શેકવા, મીઠુ ઉમેરી ગુલાબી રંગના થાય એટલે ગેસ પરથી ઉતારી થાળીમાં કાઢવા. એજ વાસણમાં 1 ચમચી તેલ મૂકી, જીરું અને વાટેલા મરચા અને આદુ સેકી લેવા. લીલા ચણા અને મીઠુ ઉમેરી ઢાંકી દેવા. તેને મિક્સ કરી ચઢી જાય એટલે પૌવા ભેળવી દેવા. કોથમીર અને ડુંગળી ભભરાવી દેવા.
Reporter: admin







