સામગ્રીમાં 3 કપ મકાઈ લોટ, 1 કપ ઘઉંનો લોટ, 1 ચમચી વાટેલું મરચું, 2 ચમચી ગોળ, 1 ચમચી અજમો, 1 ચમચી વાટેલું લસણ, 250 ગ્રામ દૂધી, દહીં, મિઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.
મકાઈ અને ઘઉંનો લોટ ભેગો કરી તેમાં દૂધી છીણીને ઉમેરવી. મોણ વધારે નાખવું. દહીંથી લોટ બાંધવો. દહીં ખાટું જોઈએ. તેમાં બધો મસાલો ઉમેરવો. લોટ કઠણ રાખવો. પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી વણવું. લોટ 2 કલાક રાખી ચાનકી કરવી. મોળામાં દહીંમાં મીઠુ, મરચું, ઉમેરી તેની સાથે ચાનકી પીરસવી.
Reporter: admin







