સામગ્રીમાં 1 લીટર દૂધ, 2 કપ ખાંડ, 1 ચમચી લીબુંનો રસ, 2 ચમચી એલચી પાવડર, 3 કપ પાણી, 1 કપ માવો, 1 ચમચી દરેલી ખાંડ, 1 ચમચી કોપરાનું છીણ, 3 ચમચી કતરેલા પિસ્તા જરૂરી છે.
પનીર બનાવવા માટે દૂધ અને લીબુંનો રસ ભેગો કરી તાજા પનીર બનાવી લેવું.તેને એક કપડાંમાં બાંધી લેવું અને હડવેથી નીચોવી પાણી નિતારી લેવું. બાંધેલા છેનાને અડધો કલાક લટકાવી તેના પર વજન મૂકી દઈ બધું પાણી નિતારી લેવું. હવે આ છેનાને એક થાળીમાં પાથરી લેવું. અને વધારાની ભીનાશ નીકળે તે માટે પેપર નેપકીન વડે સુકવી દેવું. હવે તેને લોટની જેમ ન થાય ત્યાંસુધી મસડવું. બધી ચિકાસ નીકળવા લાગે એટલે મસડવું બન્ધ કરવું. હવે તેના લંબગોળ આકાર આપી દેવા.
એક વાસણમાં પાણી લઇ તેમાં ખાંડ ઉમેરી ધીમી આંચ પર ગરમ કરવા મુકવી. તેને સતત હલાવતા રેહવું જેથી બધી ખાંડ ઓગળી જાય. હવે તેમાં લંબગોળ આકારની ટીકી મુકવી. હવે તેને કુકરમાં ઢાંકી 2 સીટી વગાડી લેવી અને ત્યારબાદ કુકર ખોલી પંદર મિનિટ માટે ઉકાળી લેવું. હવે ગેસ બન્ધ કરી બાઉલમાં કાઢી તેના પર એલચી પાવડર ભભરાવી દેવો. એટલે ચમચમ તૈયાર થઇ જશે. તેમાં મસાલો ભરી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.ચમચમ મસાલો બનાવવા માટે એક વાસણમાં માવો, દરેલી ખાંડ, કેસર અને એલચી પાવડર લેવું. બધું બરોબર મિક્સ કરવું.ચમચમ ભરતી વખતે તે ઠન્ડા હોવા જોઈએ અને તેમાં કાપો કરી મસાલો ભરી ઉપર પિસ્તાની કતરણ ભભરાવી દેવી. અને કોપરાનું છીણ મૂકવું.
Reporter: admin







