સામગ્રીમા 500 ગ્રામ બટાકા, 2 ચમચી વાટેલા આદુ - મરચા, 2 ચમચી ખાંડ, 3 ચમચી સમારેલી કોથમીર, પા ચમચી લીબુંના ફુલ, 1 ચમચી ગરમ મસાલો, કાજુ અને દ્રાક્ષ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી તલ અને બ્રેડ નો ભૂકો જરૂરી છે.
બટાકાને બાફી, ઠન્ડા પાડી, છાલ કાઢું છીણી લેવા. હવે તેમાં કાજુ અને દ્રાક્ષ સિવાય બધો મસાલો નાખી મિશ્રણ કરવું. લુઓ લઇ, વચ્ચે ખાડો કરી, તેમાં કાજુ અને દ્રાક્ષના ટુકડા કરીને નાખવા. રોલ વાળી બ્રેડના ભુકામા રગદોડી ગરમ તેલમાં તળી લેવા.
Reporter: admin







