News Portal...

Breaking News :

વડોદરાથી અંબાજી વચ્ચે નવી એ. સી. વોલ્વો બસ સેવાની શરૂઆત

2025-12-19 16:32:05
વડોદરાથી અંબાજી વચ્ચે નવી એ. સી. વોલ્વો બસ સેવાની શરૂઆત


વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા ઉપલબ્ધ હેતુસર નવી એ.સી. વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. 

આ અંતર્ગત વડોદરાથી અંબાજી વચ્ચે નવી એ.સી. વોલ્વો બસ સેવા તા. ૧૯/૧૨/૨૦૨૫થી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.આ નવી બસ સેવા વડોદરા થી સવારે ૦૫:૪૫કલાકે ઉપડશે અને અંબાજી ખાતે સવારે ૧૧:૪૫ કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી બસ અંબાજી થી બપોરે ૦૧:૧૫ કલાકે ઉપડશે અને વડોદરા ખાતે સાંજે ૦૭:૧૫ કલાકે પહોંચશે.

આ એ.સી. વોલ્વો બસ સેવા શરૂ થવાથી યાત્રાળુઓ તથા સામાન્ય મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળશે. ખાસ કરીને અંબાજી જતાં યાત્રિકો માટે આ સેવા ખૂબ લાભદાયી સાબિત થશે.

Reporter: admin

Related Post