ગાઝા: ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સેનાને આદેશ આપ્યો છે કે, ગાઝા પટ્ટીમાં 'તાત્કાલિક અને શક્તિશાળી હુમલા' કરવામાં આવે. આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે હાલમાં જ અમેરિકાની મધ્યસ્થતાથી થયેલું યુદ્ધવિરામ સમજૂતી ખતરામાં છે.
મંગળવારે ઈઝરાયલી સેના (IDF)એ જણાવ્યું કે, હમાસના આતંકવાદીઓએ દક્ષિણી ગાઝામાં ઈઝરાયલી સૈનિકો પર ફાયરિંગ કર્યું, જેનાથી યુદ્ધવિરામની શરતોનું સીધું ઉલ્લંઘન થયું. તેના કેટલાક કલાકો બાદ નેતન્યાહૂએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા.હમાસે ઇઝરાયલી બંધકના આંશિક અવશેષો પરત કર્યા ત્યારે તણાવમાં વધારો થયો, જે ઇઝરાયલે લગભગ બે વર્ષ પહેલાં યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા નાગરિકોના મૃતદેહ હોવાનો દાવો કર્યો હતો.
વડાપ્રધાન નેતન્યાહૂએ તેને યુદ્ધવિરામ કરારનું "સ્પષ્ટ ઉલ્લંઘન" ગણાવ્યું અને કહ્યું કે "હમાસે વિલંબ કર્યા વિના બધા બંધકોના અવશેષો પરત કરવા જોઈએ, આ કરારનો એક ભાગ હતો." સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ પણ ચેતવણી આપી છે કે ગાઝામાં ફરી એકવાર સંઘર્ષ શરૂ થશે તો પહેલાથી ગંભીર માનવીય સંકટ વધુ ખરાબ થશે.
Reporter: admin







