કાઠમંડુ: નેપાળમાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ ફાટી નીકળેલા ઉગ્ર વિરોધ પછી Gen-Z આંદોલન સતત બીજા દિવસે પણ ઉગ્ર બન્યું હતું.

આંદોલનકારીઓ ઉગ્ર બનતા નેપાળના પીએમ કેપી ઓલીએ રાજીનામું આપ્યું છે. નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. નેપાળની રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ બની રહી છે. કાઠમંડુમાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના અંગત નિવાસસ્થાન પર કબજો કર્યો છે.
ટોળાએ રાષ્ટ્રપતિના ઘરમાં તોડફોડ મચાવી આગ લગાવી છે. પોલીસ અને સુરક્ષા દળોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળાને કાબુમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે.સવારે પીએમ કેપી શર્મા ઓલીના પક્ષના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડના ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી સહિત પાંચ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. સતત વધતા દબાણ વચ્ચે PM ઓલી સારવારના નામે દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે અને DY. PMને કાર્યકારી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.
Reporter: admin







