લોકોએ ગાડી રોકતા નશામાં ધૂત બેફામ માલેતુજારે દાદાગીરી કરીને અપશબ્દો બોલતા લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો

ગાડીમાંથી શરાબની,સોડાની બોટલ અને ગ્લાસ મળી આવ્યા
શહેરમાં નશાની હાલતમાં ધૂત થઇ ફોર વ્હીલર ચલાવી અકસ્માત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નવરાત્રિના છેલ્લા એટલે કે નવમા નોરતે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ભવન્સ સર્કલ પાસે એક લેન્ડ રોવર કારના માલેતુજાર ચાલકે શરાબના નશાની હાલતમાં એક યુવતીને અડફેટે લીધી હતી જેથી ટ્રાફિક પોલીસના જવાને ગાડી ચાલકને રોકતા તેણે ટ્રાફિક જવાનને અપશબ્દો બોલી માર માર્યો હતો.

સમગ્ર મામલે જનતાએ આ નશામાં ધૂત ગાડી ચાલકને રોક્યો ત્યારે ગાડીમાં શરાબની બોટલ,સોડાની બોટલ અને કાચના ગ્લાસ મળી આવ્યો હતો. ગાડીનો ચાલક એકલી હદે નશામાં ધૂત હતો કે તેણે લોકટોળાને ગાળો બોલી જોઇ લેવાની ધમકી આપતા લોકટોળા એ પોલીસને જાણ કરી હતી અને નશામાં ધૂત માલેતુજાર ગાડી ચાલકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે સોંપ્યો હતો





Reporter: admin







