તાજેતરમાં પોલીસ જવાન તથા તેના બે સગા દ્વારા નવલખી મેદાનમાં બેઠેલા યુવક યુવતીને બ્લેકમેલ કરી પૈસા પડાવવાના ચક્કરમાં મોપેડ સળગાવી દેવાની ઘટના બાદ પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી

શહેરના નવલખી મેદાનમાં એક મહિલા મિત્ર સાથે બેઠેલા યુવકનું પોલીસ જવાને તેના સગાઓ સાથે ધાકધમકી આપી મોપેડ સળગાવી દેવાની ઘટનાથી પોલીસ સફાળી જાગીને એક્શનમા આવી આજે નવલખી મેદાન સહિતના આસપાસના અવાવરૂ જગ્યાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ જશો વનરાજ અને સાથી દ્વારા યુવતી સાથે બળાત્કારનો બનાવ બન્યો હતો ત્યારબાદ પણ એક યુવતીનો જન્મદિવસ હોય તેની સાથે નવલખી મેદાનમાં ઘટના બની હતી આમ અવારનવાર પ્રેમી પંખીડા એકાંત માણવા આવા અવાવરૂ જગ્યાએ બધાથી છૂપાઈને આવતા હોય છે

ત્યારે કેટલાક તત્વો બ્લેકમેલ કરી પૈસા પડાવવા તથા છેડતી, બળાત્કાર કરતા હોય છે ત્યારે જોઇન્ટ પોલીસ કમિશનર,ઝોન 4 ના એસીપી સહિત પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓ દ્વારા ટોર્ચ સાથે ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બે ઇસમો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા સાથે જ દારુ બીયરના ટીન મળી આવ્યા હતા તદ્પરાંત અહીં બેઠેલા યુવક યુવતીઓ ની પૂછપરછ કરી તેઓને હટાવાયા હતા આ કામગીરી પોલીસ દ્વારા રવિવારે રજાના દિવસે તથા અન્ય દિવસોમાં કરવામાં આવશે.





Reporter: admin







