વડોદરા : નવરચના શાળાઓને અજાણ્યા સ્ત્રોતો તરફથી ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે.
સુપ્રભા મેનન આચાર્ય (એનએચએસએસ) એ વાલીઓને એક નિવેદન માં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,અમે તાત્કાલિક પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને બોમ્બ સ્ક્વોડ ટૂંક સમયમાં કેમ્પસમાં પહોંચી જશે. આ ઘટનાક્રમને જોતા આજે તમામ નવરચના શાળાઓ બંધ રહેશે.
અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી અને સુખાકારી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમારા પરિસરની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ કાળજી લેવામાં આવશે અને ગભરાવાની જરૂર નથી.
Reporter: