દિલ્હી : સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે એટલે કે આજે 23 જુલાઈએક મહત્ત્વનું બિલ રજુ થવાનું છે. આ બિલનું નામ ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક’ છે, જેમાં તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને પણ સામેલ કરાયું છે, તેમ રેલવે મંત્રાલયના સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.
સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક કાયદો બની ગયા બાદ તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ બીસીસીઆઈને પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે. વર્ષ 2028માં લૉસ એન્જલસમાં ઓલમ્પિક ખેલોમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે, ત્યારે બીસીસીઆઈ પહેલેથી જ ઓલમ્પિક આંદોલનનો ભાગ બની ગયું છે.રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘આ બિલ દેશના રમતગમત પ્રશાસકો માટે વધુ જવાબદારી સુનિશ્ચિત કરવા તરફ એક પગલું છે. તે હેઠળ એક નિયમનકારી બોર્ડની રચના કરાશે અને તેઓને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (National Sports Federations-NSF)ને માન્યતા આપવા અને તેમને ભંડોળ પૂરું પાડવાનો અધિકાર અપાશે.
આ બાબતો તેના પર નિર્ભર રહેશે કે તેઓ સુશાસન સંબંધિત શરતોનું કેટલું પાલન કરે છે. આ બોર્ડ એ પણ સુનિશ્ચિત કરશે કે રમતગમત ફેડરેશન ઉચ્ચતમ શાસન, નાણાકીય અને નૈતિક ધોરણોનું પાલન કરે.’રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક રજૂ કરવાનો પ્રસ્તાવ છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રમતગમત સંગઠનોના કાર્યને નિયંત્રિત કરવાનો અને તેમને વધુ જવાબદાર બનાવવાનો છે. વિધેયકનો મુખ્ય હેતુ રમતગમતના સંગઠનોમાં નાણાકીય પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. તેમને ભંડોળના ઉપયોગ, ઓડિટ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ વિશે નિયમિતપણે માહિતી જાહેર કરવી પડશે. આનાથી ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ પર અંકુશ આવશે.
Reporter: admin







