વડોદરા લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી ગઢવી સાહેબના સંદેશ મુજબ, આ વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલત વડોદરા જિલ્લામાં 13 ડિસેમ્બર, શનિવારના રોજ યોજાવા જઈ રહી છે.
નાલસાની અનુસરામાં આ લોક અદાલત ગુજરાતની તમામ અદાલતોની જેમ વડોદરામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત છે. આ લોક અદાલતમાં સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા છે. ગઢવી સાહેબે જણાવ્યું કે વકીલો અને જ્યુડિશિયલ અધિકારીઓના પ્રયત્નોથી, પ્રી-લોક અદાલત સીટિંગમાં 3,000 જેટલા ચેક રિટર્નના કેસોનું અને 100 જેટલા મોટર એક્સિડેન્ટ ક્લેમના કેસોનું સફળતાપૂર્વક સમાધાન નક્કી કરવામાં આવ્યું છે.
જૂના પેન્ડિંગ દાવાઓ અને નાના પેટી ઓફેન્સના કેસો પણ 13મી તારીખે વડોદરા જિલ્લાની તમામ અદાલતોમાં પૂર્ણ થશે. લોકોને ટિકિટ કે તારીખ વગર, સમાધાનથી ત્વરિત ન્યાય મેળવવાની આ ઉત્તમ તક ઝડપી લેવા વિનંતી કરાઈ છે.
Reporter: admin







