શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં 10 વર્ષ પછી નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
જ્યારે સુરેન્દ્ર ચૌધરી જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. આ સિવાય ચાર વધુ મંત્રીઓ પણ કેબિનેટમાં સામેલ થયા છે. જેમાં જાવેદ ડાર, સકીના ઇટ્ટુ, જાવેદ રાણા અને સતીશ શર્માનો સમાવેશ થાય છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં સુરેન્દ્ર ચૌધરીએ નૌશેરા બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા હતા. નૌશેરાના ધારાસભ્યને કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
Reporter: admin