અત્યારે પક્ષની હાલત એવી છે. કે દરેક પોત પોતાની રીતે રાજકારણ કરીને પક્ષને ચલાવી રહ્યા છે.
જે શહેરને પોરબંદર નો સાંસદ મળતો હોય અને પાટણનો શહેર પ્રમુખ મળતો હોય, ત્યાં સમજી લેવાની જરૂર છે કે વડોદરાની નેતાગીરી મરી પરવારી છે.
શહેરમાં હવે નમો કમલમ્ કાર્યાલયમાં કોઇ ફરકતું નથી. વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપના વર્તમાન હોદ્દેદારો સામે ધારાસભ્યો, સાંસદ અને કોર્પોરેટરો સહિત કાર્યકરો નારાજ હોય ત્યારે જ એવું બની શકે કે પાર્ટીના કાર્યાલય પર કાગડા ઉડતાં હોય કોર્પોરેશનની ચૂંટણી હવે નજીક છે ત્યારે ખરેખર તો પાર્ટી કાર્યાલય કાર્યકરોથી ઉભરાતું હોય અને કાર્યકરોમાં ઉત્સાહ પણ જોવા મળે પણ કાર્યકરોને નમો કાર્યાલય પર જવાનું મન જ થતું નથી. શહેર ભાજપના વર્તમાન પ્રમુખ ડો.જયપ્રકાશ સોની અને વર્તમાન મહામંત્રી સત્યેન કુલાબકર સિવાય પક્ષનો કોઇ નેતા કે કાર્યકર પાર્ટીના કાર્યાલયમાં જોવા મળતું નથી. કાર્યાલયમાં સન્નાટો જોવા મળે છે. આવું કેમ તે શહેર પ્રમુખે વિચારવું જોઇએ. એક ચર્ચા તો એવી છે કે કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે શહેર પ્રમુખનો કોઇ કન્ટ્રોલ પાર્ટી પર જોવા મળતો નથી. મેયર અને ચેરમેન એમની રીતે ગેઇમ રમે છે. સાંસદ પણ પોતાનું રાજકારણ અલગ રીતે ચલાવે છે. ધારાસભ્યો પણ પોતાને જ સર્વેસર્વા સમજે છે એટલે એમનું રાજકારણ પણ અલગ છે અને અત્યારે પક્ષની હાલત એવી છે. કે દરેક પોત પોતાની રીતે રાજકારણ કરીને પક્ષને ચલાવી રહ્યા છે. વર્તમાન શહેર પ્રમુખને તેની જાણ પણ હોતી નથી. તેથી કાર્યકરોનું મનોબળ તુટવા લાગ્યું છે. એક જમાનો હતો કે ચૂંટણી હોય કે ના હોય પણ પક્ષનું કાર્યાલય કાર્યકરોથી આખો દિવસ ધમધમતું રહેતું હતું. ભલે પક્ષના આગેવાનો નિયમીત કાર્યાલય પર ના આવે પણ એક એક કાર્યકર પોતાને ટાઇમ મળે ત્યારે અડધો કલાક માટે પણ પક્ષના કાર્યાલયે આવી જતો કારણ કે અહીંથી જ તેને પ્રેરણા મળતી અને તેનું મનોબળ ઉંચકાતું હતું. સંગઠનની પકડ ઢીલી થતી જાય છે.
જે શહેરને પોરબંદર નો સાંસદ મળતો હોય અને પાટણનો શહેર પ્રમુખ મળતો હોય, ત્યાં સમજી લેવાની જરૂર છે કે વડોદરાની નેતાગીરી મરી પરવારી છે. ભ્રષ્ટાચાર પરાકાષ્ટાએ છે. કહેવાતા સિનિયર નેતાઓનું માન હવે કાર્યકરો રાખતા નથી.એકબીજાની માન મર્યાદા જેવું રહ્યું નથી. તું ખાય તો હું કેમ ન ખાવું ? બધાને રાતોરાત કરોડપતિ થવું છે. સાત ટર્મનાં કરોડપતિ ધારાસભ્યને,બે ટર્મનાં કરોડપતિ સાંસદને, અન્ય ધારાસભ્યો, હોદ્દેદારોને જોઈ જોઈને અન્ય કાર્યકરો પણ એ જ રસ્તે ચાલવા માંગે છે. જ્યાં સુધી આ લોટને ઘર ભેગા નહિ કરો ત્યાં સુધી વડોદરા ક્યારેય વિકાસ કરી શકશે નહીં. ત્યાં સુધી કાર્યકરોની પણ માનસિકતા બદલવાની નથી.
Reporter: admin







