બોડેલી થી દસ કિલોમીટર દૂર આવેલ ભાણપુરી મુકામે આદેશ્વર ભગવાનની શિતળ છાયામાં રમેશભાઈ ગુરુજી ના નૂતન ગ્રુહ ખાતે નાકોડા ભૈરવ મહાપુજનનું મુંબઈ થી ખાસ પધારેલ જૈન સંગીતકાર આનંદ ભાઈ ની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જાણિતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજના આજ્ઞાનું વર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરી તથા ધર્મ સુરી સમુદાયના લલિતસેન સુરી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં મહાપુજનનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અંતરીક્ષ તીર્થ શાશન રક્ષિકા સુમતીજી મહારાજની શિષ્યાઓ સુમેઘાશ્રીજી મહારાજ આદિઠાણા પણ આ જૈનો ના જાગતા દેવ નાકોડા ભૈરવ મહાપુજન માં સવારથી જોડાયાં હતાં. ત્યાર બાદ મોટી શાંતિ નું પઠન જૈન મુનિરાજ મુનિન્દ્ર વિજયજી તથા પ્રવર્તક વિનોદ વિજયજી એ કર્યું હતું. આ કાર્યક્રમ માં કેવલ પુર્ણ વિજયજી મહારાજ કે જેમની ગણિ પદવી હમણાં આપવામાં આવી

એમને ઉપસ્થિત ભક્તજનોને વ્યસન થી મુકત રહી મળેલો માનવદેહ સાર્થક કરવા ભગવાન મહાવીરનો બતાવેલ માર્ગ પકડશો તોજ આ ભવ સાગર પાર કરી શકાશે તેમ માટે સ્વભાવ સારો આગવો તો જ અભાવ દુર થાય અને પ્રભાવ વધે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ જ્યોતિષાચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજે જિન આગમ અને જિન દર્શન નો મહિમા સમજાવ્યો હતો.કબીર આશ્રમ મુલધર થી નરેશ સાહેબ પધાર્યા હતા અને એમને જણાવ્યું કે સંતો નો સત્સંગ કરશો, ગુરુ ને સાથે રાખી એમના માર્ગદર્શન થી આગળ ચાલશો આ ભવસાગર પાર કરી શકાશે એમ જણાવ્યું હતું.મહાપુજન ના અંતે રમેશભાઈ ગુરુજી અને મહેશભાઈ પરિવારે વિશેષ આરતી ઉતારી હતી.આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પાવાગઢ તીર્થના અગ્રણી ભરતભાઈ જૈન, સુભાષભાઈ સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.





Reporter: admin