પાણીગેટ પાસે મોડીરાત્રે નબીરાઓએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે ઉકળેલા ટોળાએ કારચાલકને કાયદાનું ભાન કરાવ્યું હતું.

પોલીસની હાજરીમાં લોકોએ કારચાલકની ધોલાઈ કરી હતી.ઓવરસ્પીડને કારણે અકસ્માત થતાં લોકો વિફર્યા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલકને વિફરેલા ટોળાથી છોડાવ્યો હતો.પુરઝડપે ગાડી હંકારી યુવકોએ અકસ્માત સર્જ્યો હતો સદ્ નસીબે ઝડપને કારણે સર્જાયેલા અકસ્માતમાં જાનહાનિ ટળી હતી.



Reporter: admin