વડોદરા : માંજલપુરમાં દારૂ પીધેલા યુવાનની લવારીકરી હતી, "મારા પિતા ડીવાયએસપી છે" તેમ કહી ટોળાને ધમકાવ્યું હતું આ મામલે પોલીસે ધરપકડ કરી હતી.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે એક અકસ્માતની ઘટના જોવા લોકો ભેગા થયા હતા ત્યારે દારૂના નશામાં ધૂત જય પટેલ નામના યુવાને ટોળામાં આવી લવારી શરૂ કરી હતી. લોકોના ટોકવામાં તેણે જવાબ આપ્યો કે “મારા પિતા ડીવાયએસપી છે, શું થાય તે કરી લો”, અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા માંજલપુર પોલીસે રાતે 11 વાગ્યે ઘટના સ્થળે પહોંચી જય પટેલની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે જયના પિતા કોઈ ડીવાયએસપી નહીં પરંતુ GIDC વિસ્તારમાં લેથ મશીનનો શેડ ધરાવતા વેપારી છે. લોકોએ ફેલાવેલી માહિતી ખોટી હોવાનું પોલીસ ઈન્ચાર્જ કે.પી. ખરાદીએ સ્પષ્ટ કર્યું.
Reporter: admin







