વડોદરા : મહાનગરપાલિકા દ્વારા વડોદરાનો વિકાસ માટે પ્રજાના પૈસાનો વેડફાટ કરતા હોય એવું કઈ ઇલેક્શન નંબર વોર્ડ 14 વિસ્તારમાં આવેલ નરસિંહજી પોળમાં જોવા મળ્યું જેમાં પેવર બ્લોક ઉપર ડામર નાખી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.
વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ નહીં પરંતુ હવે વડોદરા સ્માર્ટ સિટી જોવા મળે તો નવાઈ નહીં.વડોદરા શહેર ઇલેક્શન નંબર વોર્ડ ૧૪માં વિસ્તારમાં આવેલ નરસિંહજીની પોળ ખાતે પાલિકાના અધિકારીઓ દ્વારા પેવર બ્લોક ઉપર ડામર નાખવાની કામગીરી કરવામાં આવી હતી.
આ જ રીતે પ્રજા એ આપેલ ટેકસ રૂપિયાનો અધિકારીઓ વેડફાટ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે.આમ તો વડોદરા મહાનગરપાલિકા પેપર પર સ્માર્ટ સિટી બની ગઈ છે જો અધિકારીઓ આવી રીતે જ બુદ્ધિનું પ્રદર્શન કરે તો વડોદરા ખરેખર સ્માર્ટ સિટી બને.
Reporter: admin