મ્યુનિ.કમિશનરે વહિવટી અનુકુળતા માટે અધિકારીઓને વિવિધ વિભાગો સોંપ્યા છે
જેમાં ડે કમિશનર ગંગા સિંઘને વહિવટ તથા પશ્ચિમ ઝોન ઉપરાંત આરોગ્ય વિભાગ,આઇસીડીએસ વિભાગ, યુસીડી વિભાગ, આઇટી વિભાગ, પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ તથા ફાયર બ્રિગેડ, સામાન્ય વહિવટવિભાગ, લીગલ વિભાગ, ઇઅન્કવાયરી વિભાગ, હિસાબી શાખા, એફોર્ડેબલ હાઉસિંહ, એડી,સિટી એન્જિનીયર ગેસનો હવાલો સોંપાયો છે તો ડે. કમિશનર વી એમ રાજપૂત ને ઉત્તર ઝોન, ઇલેક્શન શાખા, વસતી ગણતરી શાખા, ઝૂ, પ્લેનેટોરીયમ, સ્ટ્રીટ લાઇટ, ઓકટ્રોય સેલ, ટુરીસ્ટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેન્ટ્રલ સ્ટોર્સ, સ્માર્ટ સિટીનો હવનાલો સોંપાયો છે.
એડી.સિટી એન્જિનીયર અલ્પેશ મજમુદારને દક્ષિણ ઝોન તથા સિટી ઇજનેર કચેરી, બિલ્ડીંગપ્રોજેક્ટ, મિકેનીકલ, વ્હીકલપુલ, વર્કશોપ, સીટી બસ, સંકલન, રોડ અને બ્રીજ વિભાગ, ટ્રાફિક, સિક્યોરિટી વગેરે વિભાગો સોપાયા છે. આસી મ્યુની કમિ.સુરેશ તુવરનેરેવન્યુ, જમીન મિલકત કોમર્શીયલ, વિજીલન્સ, પૂર્વ ઝોન તથા આકારણી વિભાગ સોંપાયો છે. કાર્યપાલક ઇજનેર ધાર્મીક દવેને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની સાથે ફ્યુચરીસ્ટીક પ્લાનીંગ સેલ સહિ અગાઉની કામગિરી સોંપાઇ છે.
Reporter: admin







