News Portal...

Breaking News :

સીસીટીવીના કેમેરામાં દબાણો જોઇ મ્યુનિ.કમિશનર ચોંક્યા, વોર્ડ ઓફિસરોને સ્ક્રીન શોટ મોકલ્યા

2025-04-27 10:32:27
સીસીટીવીના કેમેરામાં દબાણો જોઇ મ્યુનિ.કમિશનર ચોંક્યા, વોર્ડ ઓફિસરોને સ્ક્રીન શોટ મોકલ્યા



આમ તો સિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કોર્પોરેશન દ્વારા એટલા માટે બનાવાયું હતું કે એક જ જગ્યાએથી શહેરના તમામ વિસ્તારોનું મોનિટરીંગ થાય અને દબાણો સહિતની તમામ સમસ્યાઓ જલ્દી ધ્યાનમાં આવે અને તે અંગે તત્કાળ સંબંધિત વિભાગો કામ કરી શકે પણ સીસીસીનો આ ઉપયોગ યોગ્ય રીતે થતો જ ન હતો. 


શહેરમાં અનેક જગ્યાએ ગંદકી, રસ્તા પર ગાયો જોવા મળે છે પણ કોર્પોરેશનનો કોઇ વિભાગ તેને હટાવવા જતો નથી કારણ કે સીસીસીમાંથી કોઇ સૂચના અપાતી જ ન હતી. આવું જ છેર ઠેર ઉભા થયેલા ગેરકાયદેસર દબાણોનું પણ છે. કોર્પોરેશનના સીસીસીને ગેરકાયદેસર દબાણો દેખાતા જ ન હતા અને પરિણામે ઠેર ઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. આજે નવા નિમાયેલા કમિશનર અરુણ મહેશ બાબુ સીસીસી ખાતે પહોંચ્યા અને તેમણે કેમેરામાં વડોદરાના વિવિધ વિસ્તારો નિહાળ્યા. 


તેઓ કેમેરા દ્વારા તમામ વિસ્તારો નિહાળીને તુરત જ ચોંકી ઉઠ્યા હતા કારણ કે સર્વત્ર ગેરકાયદેસર દબાણો જોવા મળ્યા હતા. તેમણે તત્કાળ આ 19 વોર્ડના દબાણોનો સ્ક્રીન શોટ લઇને તમામ વોર્ડ ઓફિસરને તાત્કાલિક મોકલવા અને તત્કાળ આ દબાણો હટાવવા જણાવ્યું હતું જેથી ઠેર ઠેર પાલિકાની વોર્ડ ઓફિસની ટીમો ત્રાટકી હતી અને દબાણોનો સફાયો કરાયો હતો. આ એક્ટીવિટી સતત ચાલતી રહે તો શહેરીજનોને મોટો લાભ થઇ શકે છે.

Reporter:

Related Post