એક વર્ષ પછી ફરી એકવાર આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં વિશાળ માત્રામાં પાણી છોડવામાં આવ્યુ છે. આ વર્ષે પણ ગયા વર્ષ જેવી જ સ્થિતિ છે.

વડોદરાના માથે વિશ્વામિત્રીના પુરનો ખતરો ઝળુંબી રહ્યો છે. પણ રાહતની વાત એ છે કે, ગયા વર્ષ કરતા આ વર્ષે થોડી શાંતિ છે. કારણ કે, આપણા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ચુક્યા છે. ગયા વર્ષે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હતા. તેમના કાર્યકાળ દરમિયાન વડોદરાને ઘણી કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કરવો પડ્યો હતો. કહેવાય છે કે, તેમના કાર્યકાળ દરમિયાન વડોદરાએ એવી તકલીફો વેઠી છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. બની શકે કે, દિલીપ રાણાના ગ્રહો વડોદરા સાથે બરાબર મળતા નહીં હોય. એટલે જ એમના વહિવટ દરમિયાન વડોદરાને ઘણી હોનારતોનો સામનો કરવો પડ્યો હતો. જેમાં બોટકાંડ અને વિશ્વામિત્રીના પુર જેવી મોટી હોનારતોનો સમાવેશ થાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે, કોઈ શહેરના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન અધિકારીનો સમય સારો ના ચાલતો હોય તો એની અસર પણ શહેર પર પડતી હોય છે. આ વર્ષે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે. જેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન હજી સુધી વડોદરામાં એવી કોઈ મોટી ઘટના બની નથી. અને એટલે જ કહી શકાય કે, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરા શહેર માટે શુકનિયાળ છે. એટલે જ આ વર્ષે આજવામાંથી માઇક્રો મેનેજમેન્ટ સાથે પાણી છોડવામાં આવ્યુ હોવા છતાંય વિશ્વામિત્રી નદીમાં હજી સુધી પુર આવ્યું નથી. છેલ્લા બે દિવસમાં વડોદરાના હિત માટે મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ એવા નિર્ણય લીધા છે કે જેનાથી શહેરને પુરની પરિસ્થિતિથી નિવારી શકાય.
તરબતર પાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેતા હોય કે અધિકારી હોય ફોટો સેશનમાં હાજરી અચૂક હોય
આજવાનું લેવલ વધી રહ્યું છે.213.85 થતાં જ ફરી પાછું પાણી છોડવાનો વખત આવશે.હાલ વિશ્વામિત્રનું લેવલ થોડુંક ઘટી રહ્યું છે.
ચેરમેન 'ટચ એન્ડ ગો' ની ભાષા બોલે છે. 'જો ને તો' ની વાત કરે છે. જ્યારે કમિશનર 'નોટ ટુ વરીની' વાત કરે છે. બીજી બાજુ પ્રેસ નોટ દરેકને આજની રાત દહેશત નીચે રાખશે એ વાત નક્કી છે.
મહેશબાબુનું માઇક્રો મેનેજમેન્ટ કામ કરી ગયું. માનવસર્જિત ભૂલ ન થાય તેની તકેદારી રખાઈ
વડોદરામાં પૂરની બાબતમાં કમિશ્નર બાબુજી શુકનિયાળ,રાણાજી અપશુકનિયાળ પૂરવાર થયા*હેડીગ
ગયા વર્ષે નેતાઓની- હોદ્દેદારોની ચંચુપાત વધારે હતી.રાણાજીનાં સમયમાં સિટી કંટ્રોલ રૂમમાં મીડિયા- કેમેરામેનો સાથે નેતાઓનો કાફલો રહેતો હતો. કોઈ અધિકારી નેતાઓ ફિલ્ડમાં ફરતા ન હતા. જેથી વડોદરા વાસીઓએ માનવસર્જિત પુર નાં ભોગ બનવું પડ્યું
Reporter: admin







