News Portal...

Breaking News :

મુકેશ અંબાણી મઘરાત્રે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને મળ્યા કેમ મળ્યા

2024-10-02 19:22:33
મુકેશ અંબાણી મઘરાત્રે ઉદ્ધવ ઠાકરે અને   એકનાથ શિંદેને મળ્યા કેમ મળ્યા




મુંબઈ : જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મંગળવારે રાત્રે ‘માતોશ્રી’ નિવાસસ્થાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ મીટિંગ પછી તરત જ તેઓ ‘વર્ષા’ બંગલો પર ગયા હતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. મુકેશ અંબાણી રાત્રે એક વાગ્યે વર્ષા નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેથી જ આ મુલાકાત પાછળના ચોક્કસ કારણ વિશે ભાતભાતની ચર્ચા થઈ રહી છે.
મુકેશ અંબાણી રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ઉદ્ધવ ઠાકરેના ‘માતોશ્રી’ નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે લગભગ બે કલાક ચર્ચા કરી હતી. મુકેશ અંબાણીની સાથે જ તેમના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે 10:30 થી 12:30 વચ્ચે ‘માતોશ્રી’ નિવાસસ્થાને હતા. બે કલાક બાદ અંબાણીનો કાફલો ‘માતોશ્રી’ નિવાસસ્થાનેથી નીકળી ગયો હતો. આ બેઠક દરમિયાન રાજકીય ક્ષેત્રે સક્રિય ન હોય તેવા તેજસ ઠાકરે પણ હાજર રહ્યા હોવાની માહિતી સામે આવી રહી.



આ મીટિંગ પછી અંબાણીનો કાફલો સીધો ‘વર્ષા’ નિવાસસ્થાને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા ગયો. આ બંને વચ્ચેની મુલાકાત દરમિયાન, અંબાણી દ્વારા શું અને કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તે અંગેની માહિતી હજી સુધી જાહેર કરવામાં આવી નથી. અંબાણી પિતા-પુત્ર લાંબા સમય સુધી ‘વર્ષા’ બંગલો પર રોકાયા હતા. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. પરંતુ ખરેખર શું ચર્ચા થઈ તે કહેવામાં આવ્યું નથી.



અંબાણી એક જ રાતમાં બે અગ્રણી નેતાઓને મળ્યા હોવાથી, રાજ્યમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થશે કે કેમ તે અંગે રાજકીય વર્તુળમાં ધીમા અવાજમાં ચર્ચા શરૂ થઈ છે, પરંતુ અંબાણીએ ઉદ્ધવ ઠાકરે અને પછી એકનાથ શિંદે સાથે કરેલી અલગ-અલગ બેઠકમાં શું ચર્ચા કરી તે ત્રણેયમાંથી કોઈના દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.

Reporter: admin

Related Post