News Portal...

Breaking News :

વડોદરા એરપોર્ટ પર એમ.એસ. ધોનીની અચાનક એન્ટ્રી

2025-12-02 12:35:53
વડોદરા એરપોર્ટ પર એમ.એસ. ધોનીની અચાનક એન્ટ્રી


વડોદરા શહેરના એરપોર્ટ પર પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની આજે અચાનક જોવા મળતા ચાહકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. 

ધોની ખાસ કાર્યક્રમ માટે વડોદરા આવી પહોંચ્યા હોવાનું એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું.માહિતી મુજબ, એમ.એસ. ધોની આજે ખાનગી યુનિવર્સીટી ખાતે યોજાનાર વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમ માટે તેઓ સોમવાર સાંજે વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પર તેમની એક ઝલક જોવા મળતા યુવાનો અને ચાહકો મોબાઇલ કેમેરા સાથે ધોડી તરફ દોડી ગયા હતા.

ધીમે ચાલતા, સ્મિતભર્યા ચહેરા અને પોતાના જાણીતા સાદા અંદાજમાં ધોની એરપોર્ટ પરથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. સુરક્ષા ગોઠવણ વચ્ચે તેઓ એરપોર્ટથી સીધા કાર્યક્રમની તૈયારી માટે મુકેલ વાહન તરફ રવાના થયા હતા.ધોનીની એરપોર્ટ મુલાકાતના વિડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

Reporter: admin

Related Post