રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસનું મજબૂત માધ્યમ છે.

આ વિચારને સાકાર કરવા માટે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ 2025 એ યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, શિસ્ત અને રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો છે. આ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ વડોદરા ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.સમાપન સમારોહની વિશેષતા એ હતી કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયા હતા. તેમણે પોતાના સંબોધનમાં યુવાનોને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને દેશનું નામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવા પ્રેરણા આપી.

પ્રધાનમંત્રીના પ્રોત્સાહક શબ્દોએ ઉપસ્થિત ખેલાડીઓ અને યુવાનોમાં નવો ઉત્સાહ ભરી દીધો.આ કાર્યક્રમમાં યુવા સાંસદ હેમાંગ જોષી, વિધાનસભાના મુખ્ય દંડક, વડોદરા ભાજપ શહેર અધ્યક્ષ તેમજ ડેપ્યુટી મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સાથે ખેલમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. તમામ મહેમાનોએ ખેલ મહોત્સવના આયોજનની પ્રશંસા કરી અને યુવાનોને રમતગમત ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા.





Reporter: admin







