નારી તું નારાયણી આ કહેવતને સાર્થક કરતા વડોદરા શહેરના શીતલબેન ગુરખા જેમના જીવનમાં ઉતાર ચઢાવ આવવાં છતાં પણ હાર માની ન હતી.

શીતલબેન ૨૦૦૪ થી ૨૦૧૧ સુધી કેન્યામાં રહ્યા હતા. વર્ષં ૨૦૧૧ માં વડોદરા શહેરમાં આવીને વસવાટ કર્યો હતો. તેમના લગ્ન કમલેશભાઈ સાથે થયા હતા. દામ્પત્ય જીવન બે બાળકો સાથે સુખમય ચાલી રહ્યું હતું. તે સમય દરમ્યાન પરિવારમાં આર્થિક રીતે પાયમાલ થયા હતાં. વડોદરા શહેરના માંજલપુર ખાતે રહેતા શીતલબહેન ગુરખા જીવનમાં ઉતાર ચઢાવ આવ્યાં બાદ હાર ન માનનાર માતા જેમણે પોતાના જીવનને નહી પરંતુ બાળકોનું ભવિષ્ય સારું બને તે માટે સતત મહેનત કરી છે. જીવનસાથી અધ્ધ વચ્ચે હાથ છોડીને જતાં રહ્યા પણ બાળકોની જવાબદારી નિભાવવી એ તો માં નું કર્તવ્ય છે.

શીતલબેન જણાવે છે કે, મે પહેલા સિલાઈ મશીનનું કામ કરતી હતી. ત્યારબાદ મેં પાણીપુરીનો ધંધો ચાલુ કર્યો. મારા બે બાળકોને ભણાવવાની જવાબદારી મારા માથે હતી તેમાથી આજે મારો નાનાં દીકરો ધોરણ ૧૨માં ૯૪ ટકા લાવ્યો છે. મારી મહેનત મારા દિકરા જોઈ રહ્યા છે અને કહે છે મમ્મી તું ચિંતા ના કરીશ અમે મોટા થઈને નોકરી કરીશું પછી તને આ કામ નહીં કરવા દઈએ. શીતલ બહેનએ પોતાના જીવનમાં એકલાં રહીને જ પોતાનાં સંતાનોને આગળ વધાર્યા છે, પોતાનાં સંતાનો માટે તેમણે ખુદ બહાર જોબ કરવાં પણ નહોતાં જતાં. આજે તેમનાં બાળકો પર ખુબ ગર્વ થાય છે.શીતલ બહેન આજની યુવા સ્ત્રીને કહેવા માંગે છે, ચાહે ગમે તેટલી મુશ્કેલી આવે પણ એક સ્ત્રી જે છે બધું જ કરી શકે છે, એકલાં હાથે પણ તે પગભર થઈ શકે છે. એક સમય શીતલ બહેનનો એવો પણ હતો કે તેઓ પાસે દૂધ લાવાં માટેનાં પૈસા પણ નહોતાં, પરંતુ હવે તેઓ પોતાના આ ગૃહ ઉદ્યોગથી પગભર થઈને પરિસ્થિતિનો સામનો કરીને ખુબ ખુશ છે, અને સારું એવું જીવન જીવે છે.


Reporter:







